Fulo na Naam歌词由Bindi Mahesh&Bindi na Balgeeto演唱,出自专辑《Fulo na Naam》,下面是《Fulo na Naam》完整版歌词!
Fulo na Naam歌词完整版
ચાલો ફૂલો જોઈએ
રંગબેરંગી ફૂલો છે
ચાલો ફૂલો જોઈએ
હસતાં ખિલતાં ફૂલો છે
જુઓ તમે સૂર્યમુખી
પીળાં છે ને તેજસ્વી
ખુશી ફેલાવે સૂર્યમુખી
જુઓ તમે સૂર્યમુખી
જુઓ જુઓ તે ગુલાબ
લાલ ગુલાબી સફેદ પીળું
નરમ એની પાંખડીઓ છે
સુંદર લાગે છે ગુલાબ
ટ્યૂલિપ્સને ખીલતા જુઓ
કાશ્મીરમાં ટ્યૂલિપ્સ જુઓ
લાલ પીળા ભુરા સફેદ
સુંદર ટ્યૂલિપ્સને જુઓ
મોગરાની સુગંધ લઈએ
સફેદ મોગરો જુઓ તમે
ખૂબ નાજુક અને સુંદર
મોગરાના તેલ થી ચંપી કર
રાષ્ટ્રીય ફૂલ કહેવાય છે
બોલો કયુ આ ફૂલ છે?
સફેદ આછો ગુલાબી રંગ
તેને કમળ કહેવાય છે
ગલગોટાના જુઓ હાર
પૂજા, લગ્ન અથવા તહેવાર
પીળો નારંગી તેનો રંગ
હોળી રમો ગલગોટાની સંગ
અપરાજિતાની વેલ જુઓ
વાદળી સફેદ તેનો રંગ
નવદુર્ગાની પૂજામાં
અપરાજિતાનો મહિમા છે
રાતની રાણી કહેવાય
રાતના સમયે દેખાય
મીઠી સુગંધ આપે છે
સફેદ તેનો રંગ છે