Saath Chhuti Gayo歌词由Anmol Ratan&Swaggy The Rapper演唱,出自专辑《Saath Chhuti Gayo》,下面是《Saath Chhuti Gayo》完整版歌词!
Saath Chhuti Gayo歌词完整版
પ્રેમ માં તારા હું તો ડુબી ગયો છું
યાદો માં તારી બસ હું ખોવાઈ ગયો છું
મન માં ગુંથાયો તારા પ્રેમ નો જાળો
આજીવન બનીને રહીએ પંખીડાનો માળો ,
પણ પંખીડા નો માળો છે વીખરાયો
સાથ છૂટી ગયો , સાથ છૂટી ગયો
તારો મારો આ સાથ ,
સાથ છૂટી ગયો , સાથ છૂટી ગયો
તારો મારો આ સાથ
પ્રેમ અધુરો બરબાદી થઈ પુરેપુરી
મોહબ્બત રઇ ગઈ મારી અધૂરી
નાની વાત માં છે ચાંદ મારો રૂઠેલો
તારો બનીને તારી યાદ માં હું તૂટેલો
મૃગજળ જેવી ક્યાં મારા નસીબ માં
શોધું તને આજે મારા પ્રતિબિંબ મા
માથે આભ મારા તૂટ્યું
પોતાનું રૂઠ્યું
પ્રેમ નું જોયેલું મારું સપનું છે તૂટ્યું
હું ઝરણું બનું જો તું તરસી રહે
હું એ વાદળી બનું જે કાયમ વરસી રહે
ખોવાયો પ્રેમ એની ભાડ મળે તો કહેજો
હજી એની વાટ માં એના વાવડ મળે તો કહેજો
વ્હાલી એ તોડ્યું દિલ એને જઈને કોણ વઢે
એના વગર એનો Swaggy રોજ રાતે રડે
દિવસ અને રાત મને તારું સ્મરણ
તું સાથે નથી મારું થાય છે મરણ
કર તારો મારો સરવાળો
ના કર તુ મારી બાદબાકી ,
હિસાબ જો ગઈ કાલ ને એ કેટલો
ઘણી બધી વાતો હજી એ છે બાકી ,
સુરજ ની પાસે રાત હું માંગુ
ના પુરી થાય એવી વાત હું માંગુ ,
પણ પહેલા જેવી વાત કયા રહી છે
સાથ છૂટી ગયો , સાથ છૂટી ગયો
તારો મારો આ સાથ ,
સાથ છૂટી ગયો , સાથ છૂટી ગયો
તારો મારો આ સાથ