Guruwar Mara Taranhara歌词由Parth Doshi演唱,出自专辑《Guruwar Mara Taranhara》,下面是《Guruwar Mara Taranhara》完整版歌词!
Guruwar Mara Taranhara歌词完整版
વનની મનોહર કેડીએ મુજને સદ્ગુરુ એક મળ્યા'તા
જેણે મારા જીવનપથમાં, વિધવિધ રંગ પૂર્યા’તા
પ્રભુ આજ્ઞાની ધારે ધારે
વિચરે જેઓ પંચમકાળે,
ગીતારથ ગુણીયલ સદ્ગુરુવર
પ્રભુના શાસનને અજવાળે...
ગુરુવર મારા છે... તારણહારા છે..
અનંત ઉપકારી ગુરુવર... પ્રાણોથી પ્યારા છે...
ઓલીયા અવધૂત અલખ નિરંજન
આનંદઘન અવતાર છે
અચલ-અડગ એ વૈરાગીના
ચરણે ભવનિસ્તાર છે
એ ગુરુવરની સાથે મેં તો પ્રીત મઝાંની બાંધી,
ગુરુએ મારા જીવ-જીવનની ખૂટતી કડીઓ સાંધી,
ગુરુની મંગલવાણીએ મારી ભ્રમણાઓ સહુ ભાંગી,
સાચું સુખ મેળવવાની હવે તાલાવેલી જાગી...
ધન્ય થઈ સોનેરી ક્ષણો જેને તમારી છાંયે રહેવા મળ્યું,
ધન્ય થયો મુજ આતમ જેને તમારા સંગે રહેવા મળ્યું
મારા મસ્તક પર તારો પ્રેમાળ હાથ ફરે,
જાણે મારા કણકણમાં એ અનંત ઉર્જા ભરે...
લાખ્ખો તારા વચ્ચે વિચરતો ઝળહળ સૂરજ એક છે,
તિમ મારા ગુરુવર છે વિરલા નિરૂપમ જેની નેક છે.
સાચો માર્ગ બતાવી સાથે
અજવાળું ગુરુએ આપ્યું,
ડગ ભરવા પ્રભુના મારગડે,
સત્ત્વ પરમ હૈયે સ્થાપ્યું
નથી હવે પરવા સંસારની,
એ શું બગાડશે મારું?
મુજને મળ્યું છે ગુરુકૃપાનું
બખ્તર ભવતારણહારું....
તમારા ચરણે રહેવું મારે,
મારા હૈયે વહેવું તમારે
મંગલ વર વાજીંતર વાગે,
રોમે આનંદ જાગે.