Avsar Dasaj Aayo歌词由Sagar Patel演唱,出自专辑《Avsar Dasaj Aayo》,下面是《Avsar Dasaj Aayo》完整版歌词!
Avsar Dasaj Aayo歌词完整版
એવા દાસજ રૂડા ગામે સોનાનો સુરજ ઉગ્યો માણારાજ
મારા મહાદેવના ધામે અવસર રૂડો આવ્યો માણારાજ
હે દાસજ ગામની શેરીઓ શણગારીએ
મોંઘેરા મહેમાનોને પ્રેમથી અવકારીએ
આજ હૈયુ મારુ હરખે અંતરમાં આનંદ છાયો માણારાજ
હો વેલકમ સુસ્વાગતમ મોંઘા મહેમાનને
મીઠો મીઠો આવકારો દેશું અમે આપને
મોટા મોટા સંતોને ભક્તો રે આવશે
દાસજની ભૂમિ આજ પાવન થઇ જાશે
હે.વાજીંતર વાગશે ને ગીતડા ગવાશે
નીલકંઠ મહાદેવનો અવસર ઉજવાશે
મન મોર બનીને નાચે આનંદનો દાડો આયો માણારાજ
હે મહારુદ્ર યજ્ઞ થાશે દાસજ ગામે
ધર્મ ધજા આરોહણ મહાદેવ ના ધામે
શિવ મહાપુરાણ કથા રે ગવાશે
પુણ્ય ભૂમિમાં આવી પાવન સૌ થાશે
હે હાલો સૌ હાલો આજ દાસજ ગામે
થોડો સમય કાઢો મારા મહાદેવ ના નામે
માનવ મહેરામણ ઉમટ્યો ભક્તિનો ભાવ જાગ્યો માણારાજ
એવા દાસજ રૂડા ગામે સોનાનો સુરજ ઉગ્યો માણારાજ
ગોગાજીના નામથી દાસજ ઓળખાય છે
શિવના ગળાના એતા શણગાર કહેવાય છે
મણીધર મહારાજ ના દર્શન કરશુ
શ્રધ્ધાના ફુલ એના ચરણે રે ધરશુ
કંકુ ચોખલીયેને ફુલડે વધાવશુ
વાલા મારા ગોગાજીના વારણા રે લેશુ
ભાર ભૂમિનો જીલનારો દાસજ ગામે બેઠો માણારાજ
એવા દાસજ રુડા ગામે સોનાનો સુરજ ઉગ્યો માણારાજ