Khodiyar Maa Hinchko Hale歌词由Kairavi Buch演唱,出自专辑《Khodiyar Maa Hinchko Hale》,下面是《Khodiyar Maa Hinchko Hale》完整版歌词!
Khodiyar Maa Hinchko Hale歌词完整版
જય ખોડીયાર ખમ્મા ખમ્મા ખોડલ
ખોડીયાર માં હે ખોડીયાર માં
હે ખોડીયાર માં હિચકો હાલે ને ઘૂઘરી રણજણે
હે ખોડીયાર માં હિચકો હાલે ને ઘૂઘરી રણજણે
હે ખોડીયાર માં વાયુમાં વિજાતો કાળો વિંજણો
હે ખોડીયાર માં વાયુમાં વિજાતો કાળો વિંજણો
હે ખોડીયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી રણજણે
ખમ્મા ખમ્મા ખોડીયાર તણી જગમાં જડે ના જોડી
તાતણીયા ધરા વાળી જગ વિખ્યાત
આવડ જોગડ તોગડ બીજ હોલ ને સાંસાઈ
જાનબાઈ જગજૂની જોને ચારણી પ્રખ્યાત
મગર સવારી વાળી ત્રિશૂળાળી ભેળીયાળી
મામડિયા માદા તાણી મેરખ્યાની બેન
ફેંકે તો ફગે ખરો વીર અર્જુન બાણ
માના વેણ ફગે નહીં પલટે બ્રહ્માંડ
માટેલવાળી મા મમતાળી
ખમકારી ખોડલ ખપરાળી
અંતરની હાકલ તું સુણતી
દીવો કરું ત્યાં માં ખોડલ પૂગતી
હે માટેલવાળી મા મમતાળી
ખમકારી ખોડલ ખપરાળી
અંતરની હાકલ તું સુણતી
દીવો કરું ત્યાં માં ખોડલ પૂગતી
ખોડીયાર માં મારી ખોડીયાર માં
હે ખોડીયાર માં
હીંચકે બંધાવું દોરી હીરની હા
હે ખોડીયાર માં તાતણીએ ધરે બંધાવું હિંચકો
મારી ખોડીયાર માં રાજપરામાં રમતા ભાળી ખોડલી
હે ખોડીયારમાં હીંચકો હાલે ને ઘૂઘરી રણજણે
ડાકલિયે ડાક વાગે જબર જ્યાં હાક ગાજે
ખોડે ખડે પગે દોડી કરતી ઈ કામ
ખમકારી ખોડીયાર સેવગારી કરે વાર
મોજાર વરાણે બેઠી સાત બેની સાથ
કુડ ને કપટ મોહ લોભમાં છોરુડા હાલ્યા
સત વ્રત સુણી માડી જાલજે તું હાથ
ભાણ દિયે ભલકારા ચંદ્રમાં દે હલકારા
ઝબકારા રથડે દે દશે દિગપાળ
ખોડીયાર ખોડીયાર
ખોડીયાર ખોડીયાર
ખમ્મા ખમ્મા ખોડીયાર
ખમ્મા ખમ્મા ખોડિયાર