Pakshiyo na Naam歌词由Bindi Mahesh&Bindi na Balgeeto演唱,出自专辑《Pakshiyo na Naam》,下面是《Pakshiyo na Naam》完整版歌词!
Pakshiyo na Naam歌词完整版
ચાલો જોઈએ પક્ષીઓને
રંગબેરંગી પક્ષીઓને
ચાલો જોઈએ પક્ષીઓને
મોટા નાના પક્ષીઓને
કાળો જુઓ કાગડો
ઝાડ પર બેઠો કાગડો
કાવ કાવ કરતાં કરતાં
કાળો જુઓ કાગડો
કબૂતરોનું ટોળું છે
સફેદ કાળા ભૂખરા છે
ગણગણાટ કરતા કરતા
કબૂતરોનું ટોળું છે
રાતનો અંધાર છે
ઝાડ પર એક ઘુવડ છે
હૂટ હૂટ કરતા કરતા
માથું ગોળ ફેરવે છે
જુઓ ગરુડ આવ્યો છે
ગર્વથી પાંખો ફેલાવે છે
શિકાર કરવા આવ્યો છે
જુઓ ગરુડ આવ્યો છે
ઊલટા લટકતા ચામાચીડિયા
રાતના એ ઉડે છે
ગુફા , ઇમારત, વૃક્ષોમાં
ચામાચીડિયા રહે છે
બતક છે તળાવમાં
ક્વેક ક્વેક કરતા તળાવમાં
પાણીમાં ડૂબકી મારે
બતક છે તળાવમાં
જુઓ એક મોર છે
પાંખો ફેલાવી નૃત્ય કરે
રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે
રંગબેરંગી મોર છે
જુઓ ચકલી આવી છે
નાની નાની ચકલી છે
દાણા વીણી ખાય છે
ચી ચી કરતી ચકલી છે
જુઓ પોપટ આવ્યો છે
લીલો પોપટ આવ્યો છે
મીઠી મીઠી બોલી છે
નકલ પણ ક્યારેક કરે